શું તમે પણ રસોડામાં રહેલાં વાંદાઓ થી પરેશાન છો? તો આજે જ કરો આ રીતનો ઉપયોગ.

કોકરોચથી દરેક લોકો પરેશાન રહેતા હોય છે. કોકરોચ એ ઘણા રોગો ફેલાવે છે. કોકરોચના કારણે ઇન્ફેક્શન અને ફૂ઼ડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

બેકિંગ સોડા ઉપયોગી.. બેકિંગ સોડાની મદદથી તમે કોકરોચથી છૂટકારો મેળવી શકો છો. કોકરોચ ભગાડવા માટે બેકિંગ સોડાને બાથરૂમ ડ્રેઇન અને કિચનના સિંકની આસપાસ છાંટો. કોકરોચને બેકિંગ સોડાની ગંધ પસંદ નથી. તેનાથી તે બહાર નહીં આવે. ત્યારબાદ 7થી 8 કલાક પછી એક કપ નવશેકું પાણી લો અને તેમાં 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો. આ સોલ્યુશનને ડ્રેઇનમાં મૂકો અને બધા કોકરોચ મરી જશે.

ગરમ પાણીનો ઉપયોગ કરી.. કોકરોચથી છુટકારો મેળવવા માટે ડ્રેઇનની મધ્યમાં ઉકળતા પાણી નાંખો. તેનાથી ડ્રેઇનની અંદર જમા થયેલી ગંદકી સાફ થશે. સમયાંતરે ડ્રેઇનમાં ગરમ પાણી નાંખતા રહો. ગંદકીના કારણે કોકરોચ આવે છે. ગરમ પાણી ડ્રેઇનમાંના કોકરોચને પણ મારી નાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.