વાળને કાળા કરવા માટે આજકાલ અનેક પ્રકારની પ્રોડક્ટ આવી ચૂકી છે. આ પછી અનેક લોકો પ્રાકૃતિક રીતે તેને કાળા કરવા ઈચ્છે છે. જો તમે તુલસી અને આમળાનો ઉપાય કરી લેશો તો તમારા વાળ ઝડપથી કાળા થશે. તો જાણો આ બંને વસ્તુઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. તુલસીમાં અનેક ગુણ છે જે વાળની સમસ્યાથી રાહત આપવા માટે મદદ કરે છે. અને તેને એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળમાં ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે.
સફેદ વાળને ફરી કાળા કરવા માટે તુલસી અને આમળા મદદરૂપ છે. તુલસીને પીસીને આમળા પાવડરની સાથે મિક્સ કરો અને રાતભર પાણીમાં રહેવા દો.અને સવારે નહાતી સમયે આ મિશ્રણથી વાળ ધૂઓ. વાળને પ્રાકૃતિક રીતે કાળા કરો અને થોડા મહિના સુધી તેના નુસખાનો ઉપયોગ ફાયદો કરે છે.
જો તમારા વાળ સફેદ થવા લાગ્યા છે તો તમે આમળા અને તુલસીના પાનને પીસીને પેસ્ટ બનાવી લો. આ પછી આ પેસ્ટને એક કપ પાણીમાં પલાળીને રાખો અને વાળના મૂળમાં લગાવો. વાળ સૂકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો. તેનાથી જલ્દી જ વાળ કાળા થવા લાગશે.
વાળમાં ચમક લાવવા માટે તમે આમળાનો ઉપયોગ કરી શકો છો. વાળમાં ચમક વધારવા માટે આમળાના જ્યૂસની મદદથી સારી રીતે મસાજ કરો. અને આ પછી એક કલાક પછી વાળને તાજા પાણીથી ધોઈ લો. તેનાથી વાળમાં નેચરલ ગ્લો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.