સચિન તેંદુલકરના દીકરા અર્જૂન તેંદુલકરને, મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં, કર્યો છે શામેલ, પરંતુ અર્જુનની બધી બાજુ થઈ રહી છે ટીકા

સચિન તેંદુલકરના દીકરા અર્જૂન તેંદુલકરને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં શામેલ કર્યો છે. IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે બેઝપ્રાઇઝ 20 લાખમાં અર્જૂનને પોતાની ટીમમાં લીધો હતો, પરંતુ ત્યારબાદ અર્જૂનની બધી બાજુ ટીકા થઈ રહી હતી.

પરંતુ આ બધી ટીકાથી અર્જૂનની બહેન સારા તેંદુલકર ભડકી હતી અને તેણે તેના ભાઇને સપોર્ટ કરતા એક મેસેજ લખ્યો હતો.

સારાએ લખ્યું હતું કે, કોઇપણ તારી પાસેથી સફળતા નહીં છીનવી શકે, આ તારી જ છે. મને તારા પર ગર્વ છે.

સચિને IPLની 4 સીઝનમાં મુંબઈની કેપ્ટનશીપ કરી, પરંતુ તેઓ ટીમને ટાઇટલ જિતાડી શક્યા નહોતા. મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ જયવર્ધનેએ કહ્યું કે અર્જૂનને ખરીદવાનો નિર્ણય તેની કાબેલિયત જોઈને કર્યો છે.

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જાહિર ખાને કહ્યું કે, અર્જૂન ટીમના બોલિંગ કોચ શેન બોન્ડથી ઘણું બધુ શીખશે. સચિનનો પુત્ર હોવાનો વધારાનો દવાબ તેના પર હંમેશા રહેશે. આ એવી વસ્તુ છે જેની સાથે તેણે હંમેશા જીવવું પડશે. તેણે પોતાને સાબિત કરવો પડશે. IPLમા તે કેવું પ્રદર્શન કરે છે તે તેના પોતાના હાથમાં છે.

અર્જૂન તેંદુલકરે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે હું બાળપણથી જ હું મુંબઈ ઈન્ડિયન્સનો ખૂબ મોટો ફેન રહ્યો છું. હું ટીમના કોચ, ઓનર્સ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનવા માંગુ છું કે તેમણે મને ટીમમાં સામેલ કર્યો. હું ખૂબ ઉત્સાહિત છું મુંબઈ પલટનનો ભાગ બનવાને લઈને અને હવે હું મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાની રાહ જોઈ નહીં શકું.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ભાગ બનવા પર અર્જૂનને નેપોટિઝ્મ કીડ’ કહીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.