છેલ્લા કેટલાયે સમયથી સતત જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવદીઓના અથડાવાના સમાચાર આવી રહ્યા છે.અને સેનાને માહિતી મળતા ઇનપુટના આધારે તાત્કાલીક કાર્યવાહીના ભાગરૂપે એન્કાઉન્ટર કરી સેનાને સફળતા પ્રાપ્ત થાય છે અને આતંકવાદને ડામવાના સતત અવિરત પ્રયાસો ફળે છે.
શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને પોલીસ દ્વારા લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આતંકીની ઓળખ નિસાર ડાર તરીકે થઈ છે.અને હાલ આ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. આ સિવાય કુલગામમાં પણ એન્કાઉન્ટરના સમાચાર છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.અને શનિવારે અનંતનાગના સિરહામા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસાર ડાર માર્યો ગયો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે આ અંગે માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.