દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોનો સામનો કરવા પણ તૈયાર રહેવા અંગે જણાવ્યું છે.
ભારતની સરહદની સ્થિતિને ધ્યાનમાં લઇને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે મુકુંદ નરવણેએ કહ્યું કે આ ખતરાઓને પહોંચવા ભારતે આક્રમક વલણ અને વધારે મજબૂત થવાની જરૂર છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ હટવાને લઇને સહમતિ બની ગઇ છે.
એક કાર્યક્રમમાં પોતાના સંબંધોનમાં આર્મી ચીફ મુકુંદ નરવણેએ કહ્યું આપણા દેશની ઉત્તરી સીમા પર જે પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આપણને ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે.
નરવણેએ કહ્યું કે ટેન્ક અને ફાઇટર જેટ જેવા યુદ્ધક પ્લેટફોર્મ ક્યારે 20મી સદીમાં યુદ્ધના મુખ્ય આધાર હતા પરંતુ હવે નવા પ્રકારના પડકારો સામે આવી રહ્યાં છે. જેને લઇને આર્મી ચીફે આર્મેનિયા-અઝરબેઝાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કર્યો.
ગુરુવારના રોજ રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે વિવાદના અંદાજે 10 મહીના પછી સાઉથ અને નોર્થ બેંકથી સૈનકોને પરત લેવા માટે ચીનસાથે સમજૂતિ બની ગઇ છે. પેંગોગ લેક વિસ્તારમાં સૈથી પહેલા સેનાએ પાછળ હટશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.