કન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત પણ હાજર હતા.તમિલનાડુ નીલગીરી જીલ્લાના કુન્નુરમાં બુધવાર દુર્ઘટના સર્જાઇ હતી. સેનાનું એક હેલીકૉપ્ટર અહીં ક્રેશ થયું છે.
મળતી માહિતી અનુસાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત સેનાના અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. આ તમામ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. જો કે સમાચાર એજન્સીએ હજુ સુધી હેલિકોપ્ટરમાં જનરલ રાવતની હાજરીની પુષ્ટિ કરી નથી. અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે.
તમામને સારવાર માટે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યા છે. ચોથા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. પ્રારંભિક માહિતી અનુસાર CDS બિપિન રાવત તેમની પત્ની સાથે ઉટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. પરંતુ આ દુર્ઘટના કુન્નુરના ગાઢ જંગલમાં બનવા પામી છે. જો કે આર્મીએ હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર ઘણો ગીચ છે. અહીં ચારે બાજુ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેબાજુ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. પોલીસની સાથે આર્મી અને એરફોર્સના જવાનો બચાવ માટે પહોંચી ગયા છે. આસપાસના તમામ વિસ્તારમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.