શ્રીનગરમાં આતંકીઓ દ્વારા ઘાટીમાં સતત ટારગેટ કિલિંગ (Target Killing in Kashmir) બાદ સેનાએ મોરચો સંભાળ્યો છે અને વધતા ટારગેટ કિલિંગને જોતા સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ‘સફાઈ અભિયાન’ ચલાવી રાખ્યું છે. ખબર મળી રહી છે કે કાશ્મીરના બડગામમાં મંગળવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં બે આતંકી (Budgam Encounter) ઠાર મરાયા છે.
જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ત્યાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને આતંકવાદીઓ ત્યાં છૂપાયેલા હતા અને સુરક્ષાદળો પર ગોળી ચલાવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બડગામ શહેરમાં જિલ્લા અદાલત પરિસર પાસે થયું હતું અને બડગામમાં પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો. અને ત્યારબાદ બંને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
બડગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા અને ADG કાશ્મીરે કહ્યું કે, બંને આતંકવાદીઓ પહેલા તાજેતરમાં જ થયેલા એન્કાઉન્ટરમાં બચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આતંકવાદીઓની લિંક રાજૌરીના ધનગરીમાં 6 હિન્દુઓની હત્યાકાંડમાં હતી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 1 જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને 14 ઘાયલ થયા હતા આ હુમલામાં ઘાયલ અન્ય એક વ્યક્તિનું બાદમાં હોસ્પિટલમાં મોત થયું હતું.
આતંકવાદીઓએ મૃતકોમાંથી એકના ઘરે IED બોમ્બ લગાવ્યો હતો. ઈજાગ્રસ્ત પૈકી એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું અને જેના કારણે આ આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.