જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશનમાં સૈન્યને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત ચાર આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે.અને આ ઓપરેશન દરમિયાન થોડા સમય પહેલા પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો હતો. હાલ પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ મામલે વાત કરતા કાશ્મીરના આઈજીપી કહ્યું કે ‘અમે ગઈકાલે રાત્રે 4-5 જગ્યાએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું અને પુલવામામાં અત્યાર સુધીમાં 1 પાકિસ્તાની સહિત જૈશના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે ગાંદરબલ અને હંદવાડામાં લશ્કરનો 1 આતંકવાદી માર્યો ગયો છે. આ સિવાય અમે એક આતંકવાદીની ધરપકડ પણ કરી છે. તેમણે કહ્યું કે હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટર ઓપરેશન પૂરું થઈ ગયું છે. 10 માર્ચ ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યાં નૈના બાટપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા અને પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૂચનાના આધારે કાર્યવાહી કરીને સુરક્ષા દળોએ સોપોરના રફિયાબાદના નદીહાલ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.અને તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે શ્રીનગરના મધ્યમાં વ્યસ્ત અમીરા કદલ પુલ પર રવિવારના ગ્રેનેડ હુમલાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી હતી. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય 36 લોકો ઘાયલ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.