અર્ણબ ગોસ્વામીને આજે પણ ન મળ્યા જામીન, વચગાળાની જામીન અરજી પર હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

આત્મહત્યા માટે ઉશ્કેરવાનાં બે વર્ષ જુના કેસમાં ધરપકડ કરાયેલા રિપબ્લિક ટીવીનાં એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીને શનિવારે પણ જામીન મળ્યા નથી, બોમ્બે હાઇકોર્ટે વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું છે, તમામ પક્ષ સેસન્સ કોર્ટ જઇ શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અર્ણબ ગોસ્વામીએ આર્કિટેક્ટ-ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેની માની  આત્મહત્યાનાં કેસમાં પોતાની ધરપકડને પડકારવાની સાથે જ વચગાળાનાં જામીનની અરજી કરી છે, અર્ણબ ગોસ્વામીની રાયગઢ જિલ્લાની અલીબાગ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી, અને ત્યાંની એક મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને 18 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં.

અર્ણબનાં વકીલોએ શુક્રવારે એ દલીલ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર ગોસ્વામીને પોતાની સમાચાર ચેનલ પર સરકારને સવાલ કરવા માટે પ્રતાડિત કરે છે, વકીલ સાલ્વેએ કહ્યું આ સત્તાનાં  દુરપયોગનો સ્પષ્ટ કેસ છે, વર્ષ 2018નાં આત્મહત્યાનાં કેસમાં પોલીસ એ સારી રીતે જાણીને ધરપકડ કરી છે કે અદાલતોમાં દિવાળી રજાઓ શરૂ થઇ જશે, મહારાષ્ટ્ર સરકારે માત્ર તેમને એક પાઠ ભણાવવા માંગે છે.

જો કે મે 2018માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની મા કુમોદિની નાઇકને આરોપી વ્યક્તિઓની કંપની દ્વારા બાકી નાણાની ચુકવણી ન કરવા પર કથિત રીતે આત્મહત્યા કરી હતી,  વર્ષ 2019માં અલીબાગ પોલીસમાં એક ક્લોઝર રિપોર્ટ રજુ કરી કે જેને ત્યાંની એક સ્થાનિક અદાલતે સ્વિકાર કરી લીધી, જો કે આ કેસને ઓક્ટોબર 2020માં અલિબાગ પોલીસે ફરી ખોલ્યો અને દાવો કર્યો કે નવા પુરાવા મળ્યા છે, જેથી વધુ તપાસ કરવી અનિવાર્ય બની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.