બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી, તેના ત્રણ દિવસ અગાઉ જ , અર્નબ ગોસ્વામીએ કહ્યું હતું કે……

ઈન્ડિયન એર ફોર્સ દ્વારા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી તેના ત્રણ દિવસ અગાઉ રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીએ તેના મિત્ર અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ  રિસર્ચ કાઉન્સિલ (મ્છઇઝ્ર)ના CEO પાર્થો દાસગુપ્તાને જણાવ્યું હતું કે, કોઈક મોટી ઘટના બનવાની છે. આનો અર્થ એવો થયો કે તે અત્યંત ગુપ્ત મિલ્ટ્રી એક્શન અંગે જાણકારી ધરાવતો હતો

નોંધનીય છે કે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ઈન્ડિયન એર ફોર્સના વિમાનો પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના  ટ્રેનિંગ કેમ્પ પર ત્રાટક્યા હતાં. સરકારે દાવો કર્યો હતો કે ૧૪  ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાં ત્રાસવાદી હુમલો  કરવામાં આવ્યો હતો, જેમાં ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થયા  હતાં તેનું આ પરિણામ હતું.

બાલાકોટ એર સ્ટ્રાઇકના ત્રણ દિવસ અગાઉ ૨૩ ફેબ્રુઆરીએ સવારે ૧૦ કલાકે અર્નબ અને દાસગુપ્તા વચ્ચેના વોટ્સએપ વાર્તાલાપની શરૂઆત તેણે પુલવામાંની ઘટના બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથેના સૌપ્રથમ ઇન્ટરવ્યૂ સાથે કરી હતી. તે પછી તેણે મેસેજ મુક્યો હતો કે, કોઈ મોટી ઘટના બનવાની છે, દાસગુપ્તાએ પુછયું, દાઉદ?, અર્નબનો જવાબ હતો કે, નો સર, પાકિસ્તાન. આ વખતે કશુંક મોટું કરાશે. આ સાંભળી દાસગુપ્તાની પ્રતિક્રિયા હતી કે, આ સિઝનમાં બિગ મેન માટે તે સારું છે. તે પછી તે ચૂંટણીમાં મોટો વિજય મેળવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.