કોવિડ થઈ રહ્યો છે તે માટે મોદી અને આરોગ્ય તંત્ર જવાબદાર : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું કે ત્રણ મહિના પહેલા જ પીએમ મોદીએ પત્ર લખ્યા હતા કે બધાને મફતમાં ઈંજેક્શન આપવામાં આવશે, પણ ન આપ્યા. જો બધાને ઈંજેક્શન આપી દીધા હોત તો આટલું સંક્રમણ જ ન વધ્યું હોત. ફરીથી કોવિડ થઈ રહ્યો છે અને તેના માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે, તેમનું આયોગ્ય તંત્ર જવાબદાર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં જ ઈંજેક્શન આપવામાં આવી રહ્યા છે.

દર્દીઓના સગાઓને કલાકો લાઇનમાં ઊભા રહેવા છતાં ઈન્જેક્શન નહોતા મળ્યા અને એવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે જાહેરાત કરી કે સુરતમાં પાંચ હજાર ઈંજેક્શન મફતમાં આપવામાં આવશે. આ મુદ્દે ગુજરાતમાં ખૂબ મોટો વિવાદ પણ થયો હતો.

મમતા બેનર્જી આજે તે મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. ચૂંટણી આયોગ દ્વારા હિંસા વાલી જગ્યા પર 72 કલાક સુધી પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી જે બાદ આજે મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે દોષિતોને સજા આપવામાં આવશે.

મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી પછી આ પરિવારોને મદદ કરવામાં આવશે અને શાંતિની રક્ષા કરવામાં આવશે. બુલેટનો જવાબ બેલેટથી આપવામાં આવે. આગામી દિવસમાં આ ઘટનાનો જવાબ આપવામાં આવશે અને જે લોકો માર્યા ગયા છે તેમના માટે શહીદ બેદિ તૈયાર કરવામાં આવશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.