કુમાર કાનાણીના દીકરા અને મહિલા પોલીસકર્મી વચ્ચે બબાલ નો ઓડિયો સામે આવ્યો છે. કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીના મિત્રોએ પોલીસકર્મી સાથે બબાલ કરી છે.
મહિલા પોલીસકર્મી અને આરોગ્યમંત્રીના દીકરા પ્રકાશ કાનાણી વચ્ચે બબાલનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પ્રકાશ કાનાણીએ શાંતિ જાળવવા અપીલ કરી છે. પ્રકાશ કાનાણીના મિત્રોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.
સુરતના વરાછા મીની હીરાબજારમાં મહિલા પોલીસે કાનાણીના દીકરાને રોકતા બબાલ થઈ હતી. બન્ને વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી છે. મહિલા પોલીસકર્મીએ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીનો દીકરો હોત તો પણ હું રોકતી.
કેમ રોકી કાર
રાત્રે 10:30 વાગ્યા બાદ મહિલા પોલીસકર્મીએ કાર રોકી હતી. કાનાણીનો પુત્ર MLA લખેલી કારને લઈને નીકળ્યો હતો. રાત્રે 10 વાગ્યે પછી રાજ્યમાં કર્ફ્યુનું કરવાનું પાલન હોય છે.
મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલ્યા હતા.
સળગતા સવાલ
શું સામાન્ય માણસ માટે અને મંત્રીઓના દીકરાઓ માટે નિયમો અલગ છે
પોલીસ મહિલાકર્મીને કેમ મોકલાયા ઘરે?
કફ્યુમાં કાર લઈને કેમ નીકળ્યો હતો મંત્રીનો પુત્ર?
MLA લખેલી કારમાં કેમ નીકળ્યો હતો મંત્રીનો પુત્ર?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.