પોલીસે જયદેવસિંહને કોર્ટમાં રજુ કરી, આરોપીના દિન -૧૦ ના પોલીસ રિમાન્ડ મેળવી,હાથ ધરી છે વધુ તપાસ

શહેરના છેવાડે મોરબી પોલીસે ડુપ્લિકેટ ( dulicate) રેમડેસિવિર ઇન્જેક્શન  બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે પણ તે દિશામાં તપાસ કરતા અડાજણ ખાતે રહેતો આધેડ કૌશલ વોરા પાસેથી લીધેલા 126 ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં પણ ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશન વેચાણ કર્યા હોવાની દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચને અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા સી.એમ રેસિડેન્સી ફ્લેટ નં. ૫૦૩ માં રહેતો જયદેવસિંહ ઝાલા ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેકશનનો ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખતો હોવાની તથા કોરોના (corona) સંક્રમિત દર્દીઓ તેમજ સંકમિત દર્દીઓના પરીવારજનોનો સંપર્ક કરી ઉંચા ભાવે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી

જયદેવસિંહની પુછપરછ કરતા તે આ ઇન્જેક્શન અડાજણ એલ.પી. સવાણી રોડ, ઉપર જલારામ મંદીર સામે રહેતા પોતાના મિત્ર કૌશલ વોરા જે ઇન્જેકશન વેચવાનો ધંધો કરતો હતો, તેની પાસેથી કુલ -134 ઇન્જેકશનન મેળવ્યા હતા. જેમાંથી તેને કોરોના પોઝીટીવ દર્દીઓનો તેમજ તેમના પરીવારજનોનો સંપર્ક કરી અલગ – અલગ ભાવથી કુલ ૧૨૬ ઇજેશનનું વેચાણ કર્યું છે. જયદેવસિંહ પ્રાઈવેટ કંપનીમાં ગોલ્ડ ઉપર લોન આપવાનું કામ કરે છે.

આરોપીએ ડુપ્લિકેટ ઇન્જેક્શન સુરત સિવાય ક્યા ક્યા સ્થળે. કયા વેપારીને કેટલા સમયથી પુરા પાડે છે. તે અંગે તપાસ કરવી જરૂરી છે. આરોપીએ વડોદરા, અંકલેશ્વર ખાતે પણ ઇન્જેક્શન વેચાણ કર્યા હોય તો આરોપીને સાથે રાખી વડોદરા, અંકલેશ્વર તથા મોરબી ખાતે તપાસ કરાશે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.