અરવલ્લી જીલ્લાની બાયડ બેઠક પર ભાજપ તકફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ તરફથી પટેલ જશુભાઇ શિવાભાઇ પેટા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની છે બેઠકોની પેટા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખ જાહેર અને ઉમેદવારો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન અરવલ્લી ભાજપમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે. બાયડ બેઠક માટે માલપુરમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના 100 કાર્યકારો કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરના હસ્તે ખેસ પહેરાવીનું કાર્યકરોનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા ભાજપે 50 કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા હતા, જેનો વળતો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપના કાર્યકરોને પક્ષમાં જોડ્યા હતા.
બાયડ બેઠક પર ભાજપ તકફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ તરફથી પટેલ જશુભાઇ શિવાભાઇ પેટા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની છે બેઠકોની પેટા ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.ત્યારે જ ખબર પડશે કે પક્ષા-પક્ષી ના રાજકારણ ને સાચો નિણઁય અને જનાદેશ કોના શીરે આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.