હરિયાણાના કરનાલમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીંથી ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં ગોળીઓ અને ગનપાઉડરના કન્ટેનર મળ્યા હોવાની ચર્ચા છે. તેમની પાસેથી મોટી માત્રામાં ગોળીઓ અને ગનપાઉડરના કન્ટેનર મળ્યા હોવાની ચર્ચા છે.અને આ ગનપાઉડર RDX હોઈ શકે છે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમની પાસે એટલી બધી ગોળીઓ અને ગનપાઉડર છે કે આ લોકો ઘણી જગ્યાએ મોટા ગુના કરી શક્યા હોત. કહેવામાં આવી રહ્યું છે કે ચારેય પંજાબ સ્થિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંબંધિત છે.અને તેમને પકડવા માટે IB પંજાબ પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, કરનાલના બસ્તરા ટોલ પાસેથી પોલીસ ટીમે એક ઇનોવા વાહનને પકડી પાડ્યું હતું અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ આ કાર મધુબન પોલીસ સ્ટેશનમાં પાર્ક છે.અને ત્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે.સંદિગ્ધ આતંકવાદીઓ પાસેથી હથિયારો, મોટી માત્રામાં ગોળીઓ અને ગનપાઉડરના કન્ટેનર મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ ગનપાઉડર આરડીએક્સ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.