દિલ્હીથી હાઇપ્રોફાઇલ લૂંટારાઓની ધરપકડ , લોકોને લગાવ્યો હતો લાખોનો ચૂનો…

તમે સામાન્ય રીતે કોઇ નાની-મોટી ચોરી કરતા ચોરો વિશે સાંભળ્યું હશે. પરંતુ દિલ્હી પોલીસે એવા લૂંટારાઓને ઘરપકડ કરી છે કે તમે ચોંકી જશો. દિલ્હી પોલીસે બે હાઈપ્રોફાઈલ એટીએમ ચોરોની ધરપકડ કરી છે. જેઓ એટીએમ મશીનમાં લોકોની સાથે છેતરપિંડી કરી તેના કાર્ડ બદલી લેતા હતા.

લોકોની પરસેવાની કમાણીના રૂપિયા એટીએમથી કાઢીને ફરાર થઈ જતા હતા. આ છેતરપિંડી કરનારા ૧૦૦થી વધારે લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. અને ૫૦ લાખથી વધારેની રકમ બીજાના એકાઉન્ટ માંથી કાઢી ચૂક્યા છે. આ ઘણા ખતરનાક લૂંટારા છે એટીએમ પર સરળતાથી લોકો પાસેથી કાર્ડ બદલી દેતા હતા.

૧૫૦થી વધારે એટીએમ ડેબીટ કાર્ડ જપ્ત કર્યા..

શાહદરા જિલ્લાના પોલીસે બે આરોપીની ઘરપકડ કરી છે. અને તેમની પાસેથી ૧૫૦થી વધારે એટીએમ ડેબિટ કાર્ડ જપ્ત થયા છે. શાહદરા જિલ્લાની પોલીસને સતત ફરિયાદ મળી રહી હતી કે તેમના એટીએમ કાર્ડથી કોઈ પૈસા કાઢી લે છે. એવામાં સહરાના ડીસીપીએ એક વિશેષ ટીમની રચના કરી અને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી.

6380

આ લૂંટારાઓ લૂંટ માટે બે કે ત્રણ યુવકો એટીએમ બુથની અંદર અથવા બહાર ઊભા રહેતા હતા. નિર્દોષ લોકોને બહાનું કરીને રૂપિયા કાઢવા માટે એટીએમ માં આવતા હતા તકલીફ પડવા પર એટીએમમાંથી રૂપિયા કાઢવા માટે તેમની મદદ કરવા કે મદદ કરવાનું બહાનું કરતા તે પીડિતોના એટીએમનો પિન કોડ યાદ રાખતા હતા અને છુપાઈને કાર્ડ બદલી લેતા હતા. જે બાદ તેઓ અલગ-અલગ એટીએમમાં જનારા પીડિત વ્યક્તિઓના ખાતામાંથી કાઢી લેતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.