સુરતમાં ગુજસીટોકમાં વોન્ટેડ આરોપી વિપુલ ગાજીપરા અને ડેનીસ ખત્રીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગુજસીટોકનાં ગુનામાં વોન્ટેડ હોવા છતાં બિનદાસ્ત ખંડણી ઉધરાવતાં હતાં.
આ બંને જુનાગઢમાં છુપાઈ ને રહેતાં અને વષઁથી સાથે જ ગુનાખોરી કરતાં હતાં.
જો કે સુરત પોલીસ બાતમીનાં આધારે બન્ને આરોપીને ઝડપી પાડીને સુરત લઈને આવી હતી. હવે આ બંને પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેઓ વરાછા વિસ્તારમાં શરુઆતમાં ગુનાખોરી કરતાં હતાં. બાદમાં અલ્તાફ સાથે દોસ્તી થયા બાદ આ બંને પણ મોટાભાઈ બની ગયાં હોય તેમ ખંડણીથી લઈને બીજા ગુનાઓ કરી મોટી ગેંગ ઓપરેટ કરતાં થઈ ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4&t=1s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.