મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પત્નીને ટ્રેન સામે ધક્કો આપનારા યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ ઘટના વસઇ રોડ રેલવે સ્ટેશનની છે. અહીં સોમવારે પત્નીને ચાલતી ટ્રેન સામે ધક્કો આપીને મારી નાખી હતી. ઘટનાને અંજામ આપીને આરોપી બંને બાળકોને લઈને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પરંતુ હવે પોલીસે તેને શોધી કાઢ્યો છે અને તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને રેલવે પોલીસના જણાવ્યા મુજબ, હત્યાની આખી ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ.
અવધ એક્સપ્રેસથી કપાઈને મહિલાનું મોત થવાના સમાચાર જ્યારે પોલસને મળ્યા તો CCTV ફૂટેજ ચેક કરવામાં આવી. તેમાં આરોપી પત્નીને ટ્રેન સામે ફેકતો નજરે પડ્યો અને પોલીસ ત્યારથી આરોપીની શોધ કરી રહી હતી. રિપોર્ટ્સ મુજબ, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-5 પર એક યુવક પોતાની પત્ની અને બે બાળકો સાથે ઉપસ્થિત હતો. સોમવારની સવારે લગભગ 4 વાગ્યે આ ઘટના થઈ. CCTV ફૂટેજમાં યુવક પ્લેટફોર્મ પર ચક્કર લગાવતો નજરે પડ્યો. તે પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેન પર નજર રાખી રહ્યો હતો.
ટ્રેનને પાસે આવતી જોઈને બાળકો સાથે સૂતી પત્નીને યુવકે જગાડી. જેવી જ ટ્રેન વધુ નજીક આવી તો યુવકે પોતાની પત્નીને ટ્રેક પર ફેકી દીધી. ટ્રેન નીચે આવવાના કારણે મહિલાનું મોત થઈ ગયું. પછી આરોપી યુવક પોતાના બાળકો અને સામાન લઈને પ્લેટફોર્મ પરથી ભાગી નીકળ્યો અને સમગ્ર આ ઘટનામાં વસઇ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ IPCની કલમ 302 હેઠળ કેસ દાખલ કરી લીધો હતો. હાલમાં આરોપી યુવકની પોલીસ પૂછપરછ કરી રહી છે અને જાણકારી મેળવી રહી છે કે આખરે તેણે એમ શા માટે કર્યું.
રેલવેના સહાયક પોલીસ કમિશનર ભજીરાવ મહાજને જણાવ્યું કે મહિલા પ્લેટફોર્મ નંબર-5 પર પોતાના બે બાળકો સાથે સૂઈ રહી હતી, ત્યારે તેના પતિએ જગાવી અને અવધ એક્સપ્રેસ સામે ધક્કો આપી દીધો. સવારે લગભગ 4:10 વાગ્યે આ ઘટનાને CCTV ફૂટેજમાં દેખાડવામાં આવી છે. વ્યક્તિની ઉંમર લગભગ 30 વર્ષ હશે, તેણે પોતાની સૂતી પત્નીને જગાડી અને તેને રેલવે પ્લેટફોર્મના કિનારા સુધી ઘસેડ્યા બાદ એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર ધક્કો આપી દીધો અને પીડિત મહિલાનું ઘટનાસ્થળ પર મોત થઈ ગયું. મહિલાનું શબ ક્ષત-વિક્ષત અવસ્થામાં ભેગું કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.