સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદનુઓ આગમાન થયું છે. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડી રહ્યો છે. ડુંગર ગામે ધોધમાર ૨ ઈંચ વરસાદને પગલે ગામ વચ્ચે પસારથી સ્થાનિક નદીમાં આવ્યું પુર. વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતાં.
કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. પશ્ચિમ કચ્છના ગામડામાં ગત સાંજથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. મેધાડંબર વચ્ચે પશ્ચિમ કચ્છમાં ગામડાઓમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
ખેડાના માતર મંથકમાં મેધરાજા મહેરબાન થયા હતા. હાલ ડાંગરના પાક માટે પાણી અછત છે. ત્યારે વરસાદ આવતાં ધરતી પુત્રો ખુશી લહેર ફરી વળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.