કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશની આર્થિક સ્થિતિ અને મંદીને લઈ ગુજરાતમાં આવીને સભાઓને ગજવશે. આગામી માર્ચ મહિનામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવશે. દેશમાં વધેલી બેરોજગારી અને સાંપ્રત મુદ્દાઓને સભા દ્વારા લોકો વચ્ચે મુકશે. એટલું જ નહીં, રાહુલ ગાંધી 28 જાન્યુ.થી દેશભરમાં તબક્કાવાર સભા સંબોધશે.
આ માટે તેઓએ પ્લાનિંગ પણ કરી દીધું છે. 28 જાન્યુઆરીથી તેઓ તબક્કાવાર દેશભરમાં ફરી ફરીને સભાઓને ગજવશે અને દેશની હાલની સ્થિતિ અંગે સરકાર વિરુદ્ધ પ્રચાર કરશે. તો આગામી માર્ચ મહિનામાં રાહુલ ગાંધી ગુજરાતમાં પણ બે સભાઓને સંબોધન કરશે.
માર્ચ મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં રાહુલ ગાંધી ગુજરાતના બે સ્થળોએ બે રેલીઓને સંબોધન કરશે. આ રેલીઓમાં રાહુલ ગાંધી દેશની આર્થિક સ્થિત અને મંદી જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. તો દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ યુવાઓનો પણ સાથ મેળવવા માટે પ્રયાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.