અમેરિકી એર સ્ટ્રાઇક બાદ ઇરાન સાથે વધેલ તણાવ વચ્ચે તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 3 ડોલર પ્રતિ બેલર સુધીનો ઉછાળો આવ્યો છે. શુક્રવારે કારોબાર દરમિયાવ 70 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો અને આખરે 68.76 ડોલર પ્રતિ બેરલ બંધ થયો હતો. આ ખબરના આવ્યા બાદ રૂપિયા ડોલરના મુકાબલે 44 પૈસા નબળો પડ્યો અને 71.81 પ્રતિ ડોલર પર બંધ થયો. કાચા તેલની કિંમતમાં ઉછાળાથી આર્થિક સુસ્તીનો સામનો કરી રહેલ ભારતીય અર્થવ્યવસ્થા માટે ટેંશનમાં વધારો થઇ શકે છે.
મિડિલ ઇસ્ટમાં ટેંશન વધવું ભારત માટે મોટો પડકાર છે. પ્રથમ- તેલનો ભાવ વધી જશે અને બીજો તેલની સપ્લાઇમાં અડચણ આવશે. આવામાં આ બે ગણી ઝડપથી મોંઘવારી વધશે. મોંઘા તેલના કારણે ઘરેલૂ બજેટ પર તેની અસર જોવા મળશે અને લોકો અન્ય પ્રકારના ખર્ચ પર કંટ્રોલ કરવા લાગશે. ભારતીય અર્થવ્યવસ્થા ખર્ચમાં કાપની સમસ્યા પહેલાથી જઝુમી રહે છે. તેલ મોંઘુ હોવાના કારણે સરકાર માટે જન કલ્યાણકારી યોજનાઓને યથાવત રાખવી અને નવી યોજનાઓને શરૂ કરવામાં અડચણો આવશે.
ઓપેક દેશોમાં સૌથી વધુ તેલનું ઉત્પાદન ઇરાક કરે છે અને આ દરરોજ 4.7 મિલિયન બેરલ તેલ નિકાળે છે. સાઉદી અરબ, કુવૈત અને ઇરાન મળી રોજ 15 મિલિયન તેલનું ઉત્પાદન કરે છે. સમસ્યા એ છે કે, સમગ્ર વિશ્વમાં તેલના સપ્લાઇનો મુખ્ય માર્ગ સ્ટ્રેટ ઓફ મોર્મુદ છે અને ઇરાન વારંવાર ધમકી આપે છે કે, જો યુદ્ધની સ્થિતિ બને છે તો તે આ રસ્તાથી સપ્લાઇ બંધ કરી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.