શૈક્ષણીક વર્ષ 2020-21થી રીસર્ચર્સ અને ઈનોવેટર્સને રીસર્ચમાં આર્થીક રીતે સહભાગી થવા અર્થે, જીટીયુ ઈન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલ દ્વારા, સીડ મની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો

ચાલુ શૈક્ષણીક વર્ષ 2020-21થી રીસર્ચર્સ અને ઈનોવેટર્સને રીસર્ચમાં આર્થીક રીતે સહભાગી થવા અર્થે જીટીયુ ઈન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલ  દ્વારા સીડ મની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નોલોજીકલ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને  પ્રોત્સાહન મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે.જીટીયુના કુલપતિ નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે,  ઈનોવેશન અને રીસર્ચ સરકારશ્રીના આત્મનિર્ભર ભારત અભિયાનમાં અગત્યના એકમ છે. 

દરેક શૈક્ષણીક વર્ષ દરમિયાન 1:10નો રેશિયો જાળવીને  વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સના રીસર્ચ પ્રોજેક્ટની પસંદગી કરીને ગ્રાંન્ટ ફાળવવામાં આવશે.  જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી, એન્જિનિયરીંગ , મેનેજમેન્ટ તથા જીપેરીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને આ લાભ મળવાપાત્ર થશે.

જેમાં રીસર્ચર્સ વિદ્યાર્થીઓને 25000 અને પ્રોફેસર્સને 1 લાખ સુધીની મર્યાદામાં જીટીયુ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.