કોરોના સામે લડાઈ લડી રહેલા ભારત માટે અર્થતંત્રની કથળી રહેલી સ્થિતિ પણ મોટો પડકાર બની રહી છે.
કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો અને પેકેજની જાહેરાતો વચ્ચે પણ ઈકોનોમી પર સવાલ યથાવત છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી ઈકોનોમીને લઈને મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
રાહુલે કહ્યુ હતુ કે, મેં દેશમાં આવી રહેલા આર્થિક સુનામી અંગે ચેતવણી આપી હતી પણ તે વખતે ભાજપે અને મીડિયાએ સાચુ બોલવા માટે મારી મજાક ઉડાવી હતી.આજે નાના ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે.મોટી કંપનીઓ પણ પ્રેશર હેઠળ છે અને બેન્ક પણ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે.એક મહિના પહેલા જ મેં સુનામીની ચેતવણી આપી હતી.ત્યારે ભાજપે મારી મજાક ઉડાવી હતી અને મીડિયા પણ મારા પર હસતુ હતુ.
દેશની રાજકોષિય ખાધ વધીને 3.5 ટકા થઈ છે તેવા વખતે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યુ છે.રાહુલે કહ્યુ હતુ કે, સરકારની આર્થિક નીતિઓના કારણે લાખો પરિવારો બરબાદ થવાના છે. હવે આ સ્થિતિને ચૂપ રહીને સ્વીકારવામાં નહીં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.