ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આજે નોબલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે નોબલ પુરસ્કૃત સ્તરના અર્થશાસ્ત્રી ભારતીય અર્થતંત્ર વિષે ચર્ચા કરે ત્યારે તેને ધ્યાનથી સાંભળવી જ પડે. તો જાણો અભિજીત બેનર્જીના ભારતીય અર્થતંત્ર અને હાલની મંદી ઉપરના વિચારો.
ભારતના અર્થતંત્ર વિષે આ સોમવારે ભારતના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને નોબલ પારિતોષક વિજેતા અભિજીત બેનર્જીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પોતાના વક્તવ્યો આપ્યા. નોબલ પારિતોષક વિજેતા અભિજીત બેનર્જીએ ભારતના નબળા અર્થતંત્ર અને આર્થિક મંદી માટે ભારત સરકાર અને PMOને આડે હાથે લીધા હતા. તેમણે સરકાર ઉપર સીધા પ્રહાર કર્યા હતા.
તેમનું મંતવ્ય હતું કે આર્થિક સ્થિતિ હવે ભગવાન ભરોસે જતી રહી છે. આ વિધાન દેશમાં કેટલી ગંભીર આર્થિક કટોકટી પ્રવર્તી રહી છે એ બાબતનું પ્રતિબિંબ છે. જુઓ યુનિવર્સિટીના આ વીડિયોમાં અભિજીત બેનર્જીનું નિવેદન…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.