વાર્ષિક એક કરોડથી વધારે રૂપિયાની કમાણી કરતા લોકોનો ટેક્સ 40 ટકા સુધી વધારવા સૂચન
ભારતીય મહેસૂલ સેવાના 50 અધિકારીઓએ વર્તમાન અર્થતંત્રને કેવી રીતે પુનર્જીવીત કરી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચનો મોકલ્યા છે. દેશમાં કોવિડ-19ના પ્રભાવને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવેલા આ સૂચનોમાં દેશના ધનિકો પાસેથી 40 ટકા સુધીનો કોવિડ ટેક્સ ઉઘરાવવાનો ઉલ્લેખ કરાયો છે. તેમના કહેવા પ્રમાણે જે લોકો વાર્ષિક એક કરોડ કરતા વધારે રૂપિયા કમાય છે તેમનો ટેક્સ 40 ટકા સુધી વધારી શકાય.
તે સિવાય અન્ય સૂચનોમાં વેલ્થ ટેક્સ ફરીથી શરૂ કરવાનો, 10 લાખથી વધારેની કરયોગ્ય કમાણી ઉપર ચાર ટકા સુધીનો કોવિડ-19 સરચાર્જ, ગરીબોના ખાતામાં એક મહીનાની અંદર 5,000 રૂપિયા સુધીની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર તથા હેલ્થકેર સેક્ટરમાં કોર્પોરેટ અને બિઝનેસ માટે ત્રણ વર્ષ સુધી ટેક્સ હોલિડે વગેરેનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે આ સૂચનોનું પાલન કરવાથી લોકડાઉનમાં થયેલા આર્થિક નુકસાનની આંશિક ભરપાઈ થઈ શકશે.
બીજી બાજુ નિકાસકારોના સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને (FIEO) સરકારને નિકાસ મુદ્દે ચેતવણી આપી છે. જો લોકડાઉન લાંબુ ચાલશે તો નિકાસકારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાશે અને મોટા પ્રમાણમાં રોજગારી ગુમાવવાની શક્યતા વધી જશે. તેમણે બાંગ્લાદેશ, દુબઈ અને બ્રિટન જેવા અનેક દેશોએ લોકડાઉન સમાપ્તિ માટે સમાધાન અને દિશા-નિર્દેશ તૈયાર કર્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
મહેસૂલ સેવાના અધિકારીઓએ જણાવ્યું કે, વિશ્વનો ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ હશે જે આ મહામારીમાંથી બચી શક્યો છે. આ સંજોગોમાં ભારત સરકારે યોગ્ય સમયે ઉચિત પગલું ભર્યું તેથી સમગ્ર દેશ એકજૂથ થઈને આ મહામારી સામે લડી રહ્યો છે. આ લડાઈમાં સામાન્ય લોકો, સંગઠન, મેડિકલ વર્કર્સ, બિઝનેસ ગ્રુપ, વૈજ્ઞાનિકો, એન્જિનિયર, અર્થશાસ્ત્રીઓ અને મીડિયાકર્મીઓ મોટી ભૂમિકા ભજવી રહ્યા :
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.