કોંગ્રેસ નો દાવો, અર્થતંત્રની દુર્દશા છૂપાવવા માટે નાણામંત્રીએ જાહેર કર્યું આર્થિક પેકેજ

 

– નાણામંત્રીની આજની જાહેરાતો પર કોંગ્રેસનો દાવો

આજે નાણામંત્રી નિર્મલા સિતારમણે નવી યોજનાની જાહેરાત કરી છે જેના પર દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે દાવો કર્યો છે કે, દેશની અર્થવ્યવસ્થા ભયાનક મંદીની ઝપેટમાં આવી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સ્થિતિ દબાવવા માટે પેકેજની જાહેરાતો કરે છે. કોંગ્રેસ આ દાવો વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસીક દરમયાન GDPમાં ઘટાડા સંબંધી અનુમાનને લઈને કર્યો છે.

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે, નાણામંત્રી સીતારમણની પાસે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કોઈ યોજના નથી. સરકારી આંકાડા પ્રમાણે દેશના ઈતિહાસમાં પહેલી વખત અર્થવ્યવસ્થા મંદીમાં ચાલી ગઈ છે. તેનાથી સંબંધિત જે આંકડા સામે આવી રહ્યાં છે તેનાથી સંકેત મળે છે કે બીજા ત્રિમાસીકમાં જીડીપીમાં 8.6 ટકાનો ઘટાડો થશે.

તેમણે જણાવ્યું કે, સતત બે ત્રિમાસિકમાં નકારાત્મક વિકાસ દરનો અર્થ ભયાનક મંદી છે. તેણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના પાટા પર લાવવા માટે વર્તમાન સમયમાં ચાર પગલાની જરૂરત છે. પહેલું કે તે ખેડૂતોને તેની ઉપજના સારા ભાવ મળે. તેને સમગ્ર ન્યુનતમ સમર્થન મુલ્ય મળવું જોઈએ. માગને વધારવાની જરૂરત છે. નવા રોજગારના સર્જનની જરૂરત છે. રાજ્યોને કેન્દ્ર તરફથી વધારે દેવામાં આવે.

નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંકને અનુમાન લગાવ્યો છે કે, નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિ માસીક (જુલાઈથી સપ્ટેમ્બર)માં જીડીપી 8.6 ટકા સુધી સંકળાઈ જશે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે રોજગારને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે. તે હેઠળ નવી ભરતી કરનારા પ્રતિષ્ઠાનોને ભવિષ્ય નિધિ યોગદાનમાં સહાયતા પ્રદાન કરાશે. જો કે, સીતારમણે કહ્યું છે કે, તાજેતરમાં જ આવેલા આંકડા અર્થવ્યવસ્થામાં સુધાર આવવાના સંકેતો દઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.