દેશમાં એક તરફ આર્થિક સુસ્તીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે અર્થતંત્રને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ આર્થિક સુસ્તીને લઈને ચિંતિત નથી. આ જે થઈ રહ્યું છે, તેના પોતાના પ્રભાવ હશે. કેન્દ્ર સરકારના પગલાંને યોગ્ય ઠેરવતા પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે બેંકિંગ સેક્ટરમાં મોટાપાયે મુડીની જરૂર છે. તેથી સિસ્ટમમાં મુડી નાખવામાં કંઈ ખોટું નથી.
ઈન્ડિયન સ્ટેટેટિકલ ઈન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું, હવે જ્યારે બેંકિંગ સેક્ટરને નાણાંની જરૂર છે, તેવામાં બેંકમાં મુડી નાખવું કંઈ ખોટું નથી. તેમણે તે પણ કહ્યું કે, 2008માં આવેલા આર્થિક સંકટ દરમિયાન ભારતીય બેંકોએ મજબૂતીનો પરિચય આપ્યો હતો. તે દરમિયાન તેઓ નાણાંમંત્રી હતા. આ દરમિયાન કોઈ પણ બેંકે મુડી માટે તેમને સંપર્ક નહોતો કર્યો.
આ દરમિયાન પ્રણવ મુખર્જીએ લોકશાહીમાં ડેટાની પ્રમાણિકતા પર પણ ભાર આપ્યો. તેમણે કહ્યું, ડેટાની સાથે કોઈ ચેડાં થવા જોઈએ નહી કારણ કે જો ડેટા સાથે ચેડાં થાય તો તેની ઉલ્ટી અસર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.