અર્થતંત્ર વધુ બેહાલ થશે, રઘુરામ રાજનની મોદી સરકારને ચેતવણી

દેશની બેહાલ અર્થતંત્ર અંગે રિઝર્વ બેંકનાં પુર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારને ચેતવણી આપી છે અને સલાહ આપી છે કે જો સ્થિતીને અત્યારે સંભાળવામાં નહીં આવે તો ભારતીય અર્થવ્યવસ્થામાં વધું ઘટાડો આવી શકે છે. રઘુરામ રાજનને વર્ષ 2020-21નાં પહેલા ત્રિમાસિકનાં જીડીપીનાં આંકડા અર્થતંત્રનાં વિનાશની ચેતવણી છે. એટલા માટે સરકારે એલર્ટ થઇ જવું જોઇએ, રિઝર્વ બેંકનાં પુર્વ ગવર્નરે આ સુચન પોતાનાં લિંક ઇન પેજ પર એક પોસ્ટમાં આપ્યું છે.

રાજને તેમાં લખ્યું છે કે આર્થિક વૃધ્ધીમાં એટલો મોટો ઘટાડો આપણા બધા માટે ચેતવણી છે, ભારતમાં જીડીપીમાં 23.9 ટકોનો ઘટાડો આવ્યો છે, અહીં કોવિડ-19 થી વધું પ્રભાવિત દેશો ઇટલીમાં 12.4 ટકા અને અમેરિકામાં 9.5 ટકાનો ઘટાડો આવ્યો છે, તેમણે કહ્યું કે આટલા ખરાબ જીડીપી આંકડાની એક મહત્વની બાબતએ બની શકે કે અધિકારી તંત્ર હવે આત્મસંતોષની સ્થિતીથી બહાર આવશે અને કેટલીક અર્થપુ્ર્ણ પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રાજને કહ્યું કે સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે સંસાધનો બચાવવાની રણનિતી પર ચાલી રહી છે, સરકાર વિચારી રહી છે કે વાયરસ પર કાબુ આવ્યા બાદ રાહત પેકેજ આપશે, પરંતું તે સ્થિતીની ગંભીરતા ઓછી આંકી રહ્યા છે. ત્યાં સુંધી અર્થતંત્રને ખુબ જ મોટું નુકસાન થઇ જશે.

રઘુરામનનાં મતે અર્થતંત્રને અર્થતંત્રને દર્દીની જેમ જોવાની જરૂર છે, અને તેને સતત ઇલાજની જરૂર છે, રાહત પેકેજ વગર લોકો ખાવાનું છોડી દે છે, તે બાળકોને સ્કુલોમાંથી બહાર નિકાળી દેશે અને તેમને નોકરી માટે અથવા ભીખ માંગવા માટે મોકલી દે છે, લોન લેવા માટે સોનું ગીરવે મુંકશે, ઇએમઆઇ અને મકાનનું ભાડું વધશે, આ જ પ્રકારે રાહત પેકેજમાં નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓ પોતાના કર્મચારીઓને વેતન નહીં આપી શકે, તેમનું દેનું વધશે, અને અંતમાં તે બંધ થઇ જશે, આ રીતે  જ્યાં સુધી વાયરસ પર કાબું મેળવી લેવામાં આવશે,ત્યાં સુધીમાં અર્થતંત્ર બરબાદ થઇ જશે, તેમણે સરકારને તાત્કાલિક રાહત પેકેજ આપવા અને તેની બાકીની રકમ વધારવાની માંગ કરી.

રાજને કહ્યું કે હવે આર્થિંક પ્રોત્સાહનને ટોનિકનાં રૂપમાં જુઓ જ્યારે બિમારી સમાપ્ત થઇ જશે ત્યારે દર્દી તેજીથી પોતાની પથારી પરથી ઉઠી જશે, પરંતું આ દર્દીઓની હાલત ખુબ ખરાબ થઇ જશે, તો પ્રોત્સાહનથી તેને કોઇ લાભ નહીં થાય, રાજને કહ્યું કે વાહન જેવા સેક્ટરોમાં હાલનો સુધારો વી આકારનું પ્રમાણ નથી, તેમણે કહ્યું આ દબાયેલી માંગ છે, ક્ષતિગ્રસ્ત, આંશિક રૂપથી કામ કરી રહેલી અર્થવ્યવસ્થામાં જ્યારે આપણે વાસ્તવિક માંગનાં સ્તર પર પહોંચશે, તે સમાપ્ત થઇ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.