અર્થતંત્રમાં ફરી વળેલી મંદી અંગે RBI પૂર્વ ગવર્નર રઘુરામને ભાજપ સરકારને આડે હાથ લીધી

દેશનાં અર્થતંત્રમાં ફરી વળેલી મંદી અંગે આરબીઆઈનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, દેશ ગ્રોથની આર્થિક મંદીનાં ભરડામાં સપડાયો છે. આવા સંજોગોમાં ઇકોનોમીને લગતા તમામ નિર્ણયો વડા પ્રધાનની આસપાસ રહેતા થોડાઘણા લોકો જ લેતા રહે તે યોગ્ય નથી.

આને કારણે દેશની આર્થિક સ્થિતિ બેહાલ થઈ ગઈ છે. રાજને સરકારને સ્પર્ધાને વેગ આપવા તેમજ દેશમાં કાર્યક્ષમતામાં વધારો કરવાનું સૂચન કર્યું હતું. રાજને હાલની સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા કહ્યું હતું કે, અગાઉની સરકારો સતત આર્થિક ઉદારીકરણનાં માર્ગે ચાલી હતી. દેશની ઇકોનોમીનું સંચાલન વડા પ્રધાનનાં કાર્યાલય (PMO) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રધાનો પાસે નિર્ણયો લેવાની કોઈ સત્તા નથી આને કારણે અર્થતંત્ર ખાડે ગયું છે. સરકાર દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ખૂબ જ નિરાશા જોવા મળી રહી છે. દેશનાં વેપાર ધંધા અને ઉદ્યોગો રોકાણ કરતા નથી. રોકાણમાં જે રીતે સ્થગિતતા આવી ગઈ છે તે સારી નથી. સરકાર જે રીતે 2024 સુધીમાં દેશને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની વાત કરે છે તે માટે દર વર્ષે ૮થી ૯ ટકાનાં દરે આર્થિક વિકાસ હાંસલ કરવો જરૂરી છે. જે હાલનાં તબક્કે વાસ્તવિક રીતે હાંસલ થઈ શકે તેમ જણાતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.