અર્થવ્યવસ્થાને બચાવવા માટે ગરીબોના હાથમાં પૈસા આપો, સરકાર લોકોનો ભય દૂર કરે

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીડિયા સાથે કોરોના વાયરસના વધી રહેલા જોખમ અને લોકડાઉનના કારણે જે મુશ્કેલીઓ આવી રહી છે તેના અંગે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ કરતી આવી છે. ત્યારે રાહુલ ગાંધીએ સરકારે લોકડાઉન ખોલવાની નીતિ અંગે જનતા સાથે સ્પષ્ટતા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે ભારતમાં જૂન-જુલાઈ બાદ પણ કોરોના પ્રસરવાની ઝડપ વધી શકે છે અને સરકારે સીધું મજૂરોના ખાતામાં જ પૈસા જમા કરવા જોઈએ.

સરકાર લોકડાઉનની સચ્ચાઈ બતાવે
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “કોંગ્રેસે સરકારને કેટલાક સૂચનો આપવાનો નિર્ણય લીધો છે તથા હવે લોકડાઉન ખોલવાની તૈયારી કરવાનો અને નાના વેપારીઓને રાહત પેકેજ આપવાનો સમય આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.