નવી દિલ્હીઃ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ યૂરોપિયન યૂનિયન(EU)ના 23 સાંસદોનું પ્રતિનિધિમંડળ કાશ્મીરના બે દિવસીય પ્રવાસે છે. બુધવારે સાંસદોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એક સાંસદે કહ્યું કે, અમે અહીં રાજકારણ કરવા માટે નથી આવ્યા, આતંકવાદથી પીડિત કાશ્મીની પરિસ્થિતી જોવા માટે આવ્યા છીએ. અહીંના લોકો વિકાસ અને સારા હોસ્પિટલની માંગ કરી રહ્યા છે. ઘણા લોકો અમને નાઝીવાદી જણાવી રહ્યા છે, પરંતુ જો અમે આવા હોઈએ તો જનતા અમને ન સ્વીકારતી. આ પહેલા AIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, EUના સાંસદોએ યૂનિયનને નથી મોકલ્યા, આ લોકો નાઝીવાદી છે.
એક સાંસદે કહ્યું,‘પહેલા પણ ઘણી વખત આવી ચુક્યો છું. કાશ્મીર અંગે ઘણી ખોટી વાતો ફેલાઈ રહી છે. અમે અહીં રાજકારણ કરવા માટે આવ્યા નથી. અમે માત્રને માત્ર તથ્ય જાણવા માટે અહીં આવ્યા છીએ. અહીં સામાન્ય જીવન પાટા પર લાવવા માટે કેવા પગલા ભરાઈ રહ્યા છે, એ જ જાણવા માંગીએ છીએ’
‘કાશ્મીરના લોકોએ જણાવ્યું કે, તે ભારતીય છે અને તેઓ વિકાસ માટે સરકારને શક્ય એવી તમામ મદદ કરવા માગે છે. કાશ્મીરના નાગરિક સારા હોસ્પિટલ અને નોકરી ઈચ્છે છે. જો અમે નાઝીવાદી હોત તો જનતા અમને ન સ્વીકારતી. હું પાકિસ્તાન અને સિરીયામાં પણ જઈ ચુક્યો છું. આતંકી માત્ર પોતાની લડાઈ લડે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધ એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.