અરુણાચલ પ્રદેશમાં એકવાર ફરી 1.02 વાગે આંચકા અનુભવાયા હતા. અરુણાચલના પેંગિનમાં આ ઝટકા આવ્યા હતા.
મણિપુરના શિરુઈ ગામમાં આંચકા અનુભવાયા. રિક્ટર પર આની તીવ્રતા 3.6 મપાઈ છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો શુક્રવારે વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો .
3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. રિક્ટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા 4.1, 3.0, અને 2.6 હોવાનું જાણવા મળ્યું હતુ. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા.
નોંધનીય છે કે શુક્રવારે કચ્છમાં ફરી ધરા ધ્રુજી, કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.