અરવલ્લીના ખેડૂતો માટે ખુશખબર,મેશ્વો જળાશયમાંથી સિંચાઇ માટે, ચોથા તબક્કાનું છોડાયું પાણી

અરવલ્લીના ખેડૂતો માટે મેશ્વો જળાશયમાંથી સિંચાઇ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું.

અરવલ્લીના ખેડૂતો માટે સિંચાઇના પાણીને સૌથી મોટા સમાચાર આવ્યાં છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 ક્યૂસેક પાણીછોડવામાં આવ્યું છે. આમ અરવલ્લીના ખેડૂતો માટે ચોથા તબક્કાનું પાણી સતત 20 દિવસ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ટમેટાના પાકમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા હતા. મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોને બજારમાં ભાવ ન મળતા ટમેટા રસ્તા ઉપર ફેંકી દેવા મજબુર થયા હતા.

આમ અરવલ્લીના ખેડૂતોને પરોક્ષ રીતે 10 હજાર હેકટર જમીનને લાભ મળશે. અરવલ્લીમાં 68 હજાર હેકટર જેટલી જમીનમાં ઘઉંનું વાવેતરને લાભ મળશે.

જેની સામે બજારમાં ભાવ માત્ર 20 કિલોના 80 થી 100 રૂપિયા મળી રહ્યા હતા. બીજી તરફ હોલસેલ બજારના વેપારીઓ આ ભાવ ઘટાડો ટમેટાનું મબલખ ઉત્પાદનને કારણે થયો હોવાનું જણાવી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.