દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને પૂછ્યું કે તમારા વડાપ્રધાન કોણ હશે ? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી પીએમ બનશે, પરંતુ ના, આવતા વર્ષે મોદી 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલા લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી નિવૃત્ત થયા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને છે તો ગૃહમંત્રી અમિત શાહ દેશના પીએમ બની શકે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું તમારી વચ્ચે પાછા આવીને ખૂબ જ ખુશ છું. આપણે સાથે મળીને દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તેમણે કહ્યું કે હું મારી પૂરી તાકાતથી લડીશ, મને દેશના 140 કરોડ લોકોના સમર્થનની જરૂર છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે કહ્યું છે કે પીએમ મોદીએ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓની રાજનીતિ ખતમ કરી દીધી છે. જો ત્રીજી વખત સરકાર બનશે તો આગામી નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો છે. તેમની રાજનીતિ પણ ખતમ થઈ જશે.
AAP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે, જે બે રાજ્યોમાં છે, પરંતુ વડાપ્રધાન મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી અને એક સાથે ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલી દીધા છે . તેમણે કહ્યું કે જો મોટી પાર્ટીઓના ચાર ટોચના નેતાઓ જેલમાં જાય છે તો પાર્ટી ખતમ થઈ જાય છે. વડાપ્રધાન ‘આપ’ને કચડી નાખવા માંગે છે. પીએમ મોદી પોતે માને છે કે AAP દેશને ભવિષ્ય આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.