દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર પ્રહારો કરવામાંથી બાજ આવતી નથી. ભાજપના દિલ્હી એકમે મનોજ તિવારીના એક વીડિયોનો ઉપયોગ કરવા માટે આમ આદમી પાર્ટી (AAP)ને 500 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ ફટકારી છે. AAPએ પાર્ટીના થીમ સોંગ ‘લગે રહો કેજરીવાલ’માં મનોજ તિવારીના એડિટેડ વીડિયોનો ઉપયોગ કર્યો છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કર છે.
વીડિયોમાં તિવારી AAPના પોલ કેમ્પેઇન સોંગમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તિવારીએ આને ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એક્ટનું ઉલ્લંઘન જાહેર કરી દીધું અને વીડિયોનો ઉપયોગ કરવા માટે AAP પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ શનિવારે પાર્ટીનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. ગીતને વિશાલ દદલાનીએ કમ્પોઝ કર્યું છે. તેમણે 2015માં પણ AAP માટે ‘5 વર્ષ કેજરીવાલ’ગીત બનાવ્યું હતું. દદલાનીનું 2.52 મિનિટનું ગીત પાર્ટીના નારા જેવું જ હતું- ‘એસે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’.
ભોજપુરી ગાયક અને ફિલ્મ સ્ટાર તિવારીએ દાવો કર્યો કે તેમના એક આલબમના સાઉન્ડટ્રેકનો ઉપયોગ AAPના થીમ સોંગ માટે કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ભાજપની લોકપ્રિયતાથી ડરી ગઈ છે એટલે આવી નીચ હરકત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.