દિલ્હીમાં સંક્રમણ વધતાં કેજરીવાલ સરકારે 30 એપ્રિલ સુધી વધુ પ્રતિબંધ લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલે હાલની પરિસ્થિતિને જોતા દિલ્હીમાં નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે કેજરીવાલે કેટલાંક નિર્ણયો લીધાં છે.
- દિલ્લીમાં સામાજિક, રાજકીય, રમત, ધાર્મિક તમામ સભાઓ પર રોક
- અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોને સામેલ થવાની પરવાનગી
- દિલ્લીમાં એન્ટ્રી માટે 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ જરૂરી
- મહારાષ્ટ્રથી નેગેટિવ રિપોર્ટ વિના 14 દિવસ ક્વોરન્ટાઇન કરાશે
- સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઇવેન્ટની મંજૂરી પરંતુ દર્શકો નહીં આવી શકે
- દિલ્લીમાં રોસ્ટોરન્ટ અને બારમાં 50 ટકા લોકોને પરવાનગી આપશે
- સિનેમા, મલ્ટિપ્લેક્સમાં પણ 50 ટકા લોકોની પરવાનગી
- મેટ્રો અને બસમાં 50 ટકા લોકો યાત્રા કરી શકશે
- દિલ્લીમાં સ્કૂલ અને તમામ કોલેજ બંધ રહેશે
કેજરીવાલે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના બેડ્સ વધારવાના નિર્દેશ આપ્યાં છે. કેટલીક હોસ્પિટલોને સંપૂર્ણ રીતે કોવિડ સ્પેશ્યલ બનાવવાના પણ આદેશ આપી દેવાયા છે. આ સાથે CMએ અપીલ કરી છે કે લોકો ગાઈડલાઈન્સનું પાલન કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.