દિલ્હીના મુખ્યમંત્રીએ આજે વિધાનસભામાં કોરોનાકાળને યાદ કરતાં સરકારે કરેલા કામોને યાદ કર્યા જેમાં તેમણે વિપક્ષી નેતાઑએ જે કામ કર્યા તેના પણ વખાણ કર્યા છે.
આ દરમિયાન તેમણે કોરોના વાયરસ કાળમાં કરવામાં આવેલ કામોને યાદ કાર્યા અને સરકારની પીઠ થાબડી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પણ વખાણ કર્યા અને કહ્યું કે દિલ્હીમાં મુશ્કેલ સમય હતો એવામાં ગૃહમંત્રી અમિત શાહે ઉત્તમ કામગીરી કરી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોનામાં આમ આદમી પાર્ટીની સરકારે જનતા સાથે મળીને સારામાં સારું કામ કરવાના પ્રયાસ કર્યા છે. જેટલી રીતે સરકાર જનતાની સેવા કરી શકતી હતી તે બધી જ કરવામાં આવી છે અને સારામાં સારું કામ કરવામાં આવ્યું છે
અરવિંદ કેજરીવાલે ગૃહમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલ કામના વખાણ કર્યા અને કહ્યું કે ભાજપના ધારાસભ્યોએ પણ સારું કામ કર્યું છે. આ સંકટ એટલું મોટું હતું પણ સૌથી મોટી વાત છે કે ડૉક્ટરોએ સૌથી સારું કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.