લોકપ્રિય ટીવી સિરિઝ તારક મહેતા કા ઉલટા ચશ્માની અભિનેત્રી મુનુમુન દત્તા ઉર્ફે બબીતાજીની મુશ્કેલીઓ વધી રહી છે.
એક્ટ્રેસ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તેના પર સોશિયલ મીડિયા પરના એક વિડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ છે.આ પહેલા મુનમુન દત્તા સામે આ વિડિયો બદલ હરિયાણા, એમપીમાં પણ કેસ થઈ ચુકયા છે.
જે વિડિયોને લઈને બબાલ થઈ છે તેમાં તે પોતાના ફેન્સ સાથે વાત કરે છે અને તેમાં તે એક જાતિવાચક શબ્દનો વાંધાજનક રીતે ઉપયોગ કરે છે.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ તેના માટે એક્ટ્રેસને ટ્રોલ પણ કરી હતી.એ પછી તેની સામે એસસી-એસટી એકટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ થઈ હતી.વિવાદ વધ્યા બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી.તેણે કહ્યુ હતુ કે, મેં એક ખોટા શબ્દનો ઉપયોગ કર્યો હતો.મારો ઈરાદો કોઈનુ અપમાન કરવાનો કે કોઈની લાગણી દુભવવાનો નહોતો.મને ખરેખર આ શબ્દ અંગે જાણકારી નહોતી.
તેણે કહ્યુ હતુ કે, જેવી મને ખબર પડી કે આ શબ્દ વાંધાજનક છે એટલે તરત મેં મારા નિવેદનને પાછુ ખેંચ્યુ હતુ.હું પૂરી જવાબદારી સાથે એ વ્યક્તિની માફી માંગુ છું જેની લાગણીને મેં ઠેસ પહોંચાડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.