મહેસાણાના વતની સાગર રાયકા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.
દેશહિત અને એકતા માટે ભાજપને સમર્થન : રાયકા
ગુજરાતમાં (GUJARAT) આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (ASSEMBLY ELECTIONS ) પગલે રાજકીય પાર્ટીઓ (POLITICAL PARTY) પોતાની રણનિતી ઘડવા લાગી ગયાં છે. ગુજરાત કોંગ્રેસ (GUJARAT CONGRESS) દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલા પ્રદેશ પ્રમુખ (PRSIDENT LEADER ) અને વિપક્ષી નેતાની (OPPOSITION LEADER) પસંદગી કરી દીધી છે.
એવામાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ સાંસદ સાગર રાયકા સોમવારે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના મહાસચિવ તરુણ ચૂગ અને પાર્ટીના સાંસદ વિનોદ ચાવડા ની હાજરીમાં દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં સાગર રાયકાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાજપ ના પરિવારમાં રાયકાનું સ્વાગત કરતાં ચૂગે અંગે આરોપ લગાવ્યો હતો કે , ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ પર તેના કેન્દ્રીય નેતૃત્વની જેમ દિશાવિહીન અને નીતિ વિનાનું થઈ ગયું છે.
આ તબક્કે રાયકાએ જણાવ્યું કે તેઓ ૪૬ વર્ષ સુધી કોંગ્રેસની કામ કરી રહ્યા હતા. જો કે આજે કોંગ્રેસનાં નેતૃત્વમાં સંકટ ઉભું થયું છે. શું નિર્ણય લેવો , કેવી રીતે કામ કરવું ? તેનાં કોઈ જ ઠેકાણા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.