આસામ કોર્ટમાંથી જામીન મળતા જ પુષ્પા સ્ટાઇલમાં MLA જિગ્નેશ મેવાણી બોલ્યા…..

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પહેલીવાર ગુરૂવારે ગુજરાતના પાલનપુરમાંથી આસામ પોલીસની એક ટીમે ધરપકડ કરી હતી, જ્યારે આસામના કોકરાઝારના એક સ્થાનિક ભાજપના નેતાએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મેવાણી પર સોશિયલ મીડિયામાં પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં જામીન મળ્યા બાદ તુરંત ધારાસભ્યની એક મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે ગેરવર્તૂણક કરવાના આરોપ ધરપકડ કરાઈ હતી. જોકે ગઇકાલે(29 એપ્રિલ) તે કેસમાં પણ મેવાણીને જામીન મળી ચૂક્યા હતા.અને ત્યારે ધરપકડ દરમિયાન અને જામીન મળતા સમયે પણ મેવાણી સાઉથની મૂવી પુષ્પાના એક ડાયલોગને બોલતા કહ્યું કે, મે ઝુકેગા નહીં. સાથે તેમણે પુષ્પા સ્ટાઇલ પણ કરી હતી.

મેવાણીએ કહ્યું કે, મને ન્યાયતંત્ર પર પુરો ભરોસો છે.અને આજે નહીં તો કાલે જામીન મળવાના જ હતા. નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સામે કાર્યવાહી ન થઇ, એક ટ્વીટને લઇને મારી ધરપકડ કરી લેવાઇ.

મેવાણીએ કહ્યું કે, ગુજરાતની આસામની જેલમાં લાવીને શું સંદેશ આપવા માગે છે. એક મહિલાને આગળ ધરીને કાર્યવાહી કરવી તે કાયરતા છે. આસામના કર્મચારી સાથે અભદ્ર વર્તન કરીને મને શું મળે? ગુજરાતથી ઉઠાવીને આસામમાં કેસ શા માટે કરાયો. મારા જુસ્સાને તોડવાનો પ્રયાસ કરાયો છે. હું આજે પણ લડ્યો છું અને કાલે પણ લડીશ. મહત્વનું છે કે, મેવાણી અગાઉ પણ પુષ્પા સ્ટાઇલમાં નજરે આવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.