પંજાબમાં ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ પ્રદેશના નેતાઓ ધાર્મિક સ્થાનોમાં દેખાતા થઈ ગયા છે અને તેની સાથે જ ડેરામાં પણ ડેરા જમાવતા નજરે ચડી રહ્યા છે. રવિવારે અકાલી દળ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ ભટિંડામાં ડેરા સચ્ચા સોદાના એક આયોજનમાં પહોંચી ગયા હતાં અને ભટિંડાના સલબતપુરામાં ડેરા સચ્ચા સોદાના ડેરા ઉપર ભાજપના નેતા હરજિત જયાની, કોંગ્રેસના મંત્રી વિજય ઇંદર સિંગલા, ભૂતપૂર્વ મંત્રી સાધુસિંહ ધરમસોટ, ભૂતપૂર્વ વિધાનસભ્ય હરમિંદર જસ્સી અને મંગત રાય બંસલ પહોંચ્યા હતાં.
એટલું જ નહીં આમ આદમી પાર્ટીના ભટિંડા શહેરી સીટના ઉમેદવાર જગરૂપ ગિલ પણ ડેરા ઉપર પહોંચ્યા હતાં. શિરોમણિ અકાલી દળના નેતા ગુલઝારસિંહ પણ ત્યાં જોવા મળ્યા હતાં અને આ તમામ નેતાઓએ જણાવ્યું હતું કે તેમની આ મુલાકાત રાજકીય ન હતી પણ ચૂંટણી જાહેરાતની તરત બાદ ત્યાં પહોંચવાના સંકેતો સાફ હતા.
આ કાર્યક્રમમાં ડેરાની રાજનીતિ કમિટીના ચેરમેન રામસિંહ અને સ્ટેટ કમિટીના સભ્ય પણ હાજર રહ્યા હતાં. જો કે હજુ સુધી ડેરા તરફથી કોઈપણ રાજકીય પક્ષના સમર્થન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ડેરા કહે છે કે યોગ્ય સમયે આ અંગે નિર્ણય કરવામાં આવશે. જો કે જાણકાર સૂત્રો અનુસાર આ ચૂંટણીમાં કોઈપણ પક્ષના સમર્થનની જાહેરાત કરાશે નહીં. ડેરા આ ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોનું સમર્થન કરે તેવી સંભાવના છે અને ડેરા સચ્ચા સોદાના અનુયાયીઓ માળવાની 40 બેઠકોમાં વધારે પ્રસરેલા હોવાના કારણે આ 40 બેઠકો પર ડેરાનો પ્રભાવ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.