સુરત ઉત્તરાયણ તહેવારની ઉજવણીના લીધે મોટી માત્રામાં સુરત શહેરમાં દારૂ ઠલવાઈ રહ્યો છે અને ત્યારે ઈકો કારમાં સુરતમાં લાવવામાં આવી રહેલો દારૂ સુરત પોલીસે નાટ્યાત્મક રીતે પકડી પાડ્યો છે.
ટ્રાફિક શાખાના રીજીયન-2માં ફરજ બજાવતા એએસઆઇ સુરેન્દ્ર પીરાજી પોતાના સ્ટાફ સાથે સ્ટેશન આયુર્વેદિક ગરનાળા પાસે પેટ્રોલીંગ કરતા હતા. આ દરમિયાન ગરનાળામાંથી એક ઇકો ગાડી બહાર આવી હતી. પોલીસે આ ગાડીને આંતરીને પુછપરછ કરતા જ તેમાં પાછલ બેઠેલા બે યુવકો પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા અને પોલીસે ઇકો ગાડીના ડ્રાઇવર નામે હિરેન ઉર્ફે વિક્કી ધનસુખભાઇ પટેલ (રહે. રૂદરપુરા, લાપસીવાલાની ચાલ, અઠવાલાઇન્સ)ને ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.