હરિયાણાના ફતેહાબાદમાં એક યુવકે ગળે ફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે શવને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ જ પતિ અને પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે પત્ની પોતાના પિયરે જતી રહી હતી અને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી. તેનાથી દુઃખી થઈને યુવાને ગળે ફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી. અને મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં સસરા અને સાળા સહિત 6 લોકો પર આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ દાખલ કરાવ્યો છે.
આ ઘટના ફતેહાબાદ ગામના ધાંગડની છે. લગ્ન બાદ જ નાગેશ્વર (ઉંમર 30 વર્ષ) પોતાની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ઘણી વખત પંચાયતો પણ થઈ પરંતુ કશું જ ન થયું. જેથી નાગેશ્વર પરેશાન રહેવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે ગુરુવારે રાતે નાગેશ્વર પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો અને રાતે જ તેણે રૂમની અંદર ગળે ફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી. પોલીસને મૃતક નાગેશ્વરના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પોતાની મોત માટે સસરા જગદીશ, સાળા કુલદીપ સહિત 6 લોકોને જવાબદાર ઠેરાવ્યા છે.
મૃતકના પિતા હનુમાન સિંહે જણાવ્યું કે છૂટાછેડાના કેસની સુનાવણીને લઈને એક સમન્સ ગુરુવારે મળ્યા હતા. સમન્સ મુજબ 29 માર્ચ 2022ના રોજ કોર્ટમાં સુનાવણી થવાની છે. ગુરુવારે રાત્રે નાગેશ્વર ઘરમાં એકલો હતો અને સવારે ચા માટે તેને ફોન કર્યો તો તેણે કોલ ન ઉપાડ્યો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને ત્યારબાદ તેણે બહારથી જોયું તો તે લટકેલો હતો પછી તાત્કાલિક જ તેની જાણકારી પોલીસને આપવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.