ગુજરાતમાં કેસ વધતા હવે લગ્ન કરનારા ભોગવશે અને હવે આટલા લોકો જ લગ્નમાં બોલાવી શકાશે જાણો વિગતો..

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી દીધી છે.અને ગુજરાત રાજ્ય સરકાર 4 લાખ 85 હજાર મોલનુપિરાવિર અને ફેરિપિરાવિરની 75000 સ્ટ્રિપનો ઓર્ડર આપી રહી છે. મોલનુપિરાવિરની 800MGના ડોઝ પાંચ દિવસ સુધી દર્દીને એક દિવસમાં બે વખત લેવાના હોય છે. અને જે દવા સંક્રમણ સામે 70થી 80 ટકા સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

આ દવા અંગેનું ટેન્ડર ભરવાની અંતિમ તારિખ 15 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે અને આ પહેલા પણ ત્રીજી વેવ માટે સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓ માટે જુદા જુદા ઈન્જેક્શન સહિત 64 જુદી જુદી દવાઓની ખરીદી કરવામાં આવી હતી. આ માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસ કોર્પોરેશન તરફથી એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. અને જેમાં કોરોના વાયરસ સંબંધીત દવાઓનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ જ્યારે તા.20 જાન્યુઆરીએ શરૂ થતી GTUની કસોટી મોકુફ રાખવા માટે નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને સરકારે લગ્ન પ્રસંગને લઈને ગાઈડલાઈન્સ બદલી છે. તા.15 જાન્યુઆરીથી લગ્ન સીઝન શરૂ થઈ રહી છે. લગ્ન પ્રસંગમાં અગાઉ 400 લોકોને લગ્ન પ્રસંગ માટે મંજૂરી આપવામાં આવી હતી. જે હવે બદલીને 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે લગ્ન સીઝન શરૂ થાય એના ચાર દિવસ પહેલા આ ગાઈડલાઈન્સ બદલી નાંખી છે.

માત્ર અમદાવાદ શહેરમાં જ 5000 જેટલા લગ્ન પ્રસંગ થવાના હોવાનો અંદાજ છે. લગ્ન સીઝન નજીક આવતા માર્કેટમાં પણ મર્યાદિત સમય પૂરતી તેજી જોવા મળી રહી છે. જોકે, મર્યાદિત સંખ્યાને કારણે લગ્ન પ્રસંગ ધરાવતા પરિવારોને ખર્ચમાં થોડી રાહત મળી શકે છે. લગ્ન પ્રસંગને લઈને ગત વર્ષે અને 2020ના વર્ષમાં લોકોમાં જે ભય હતો એ અત્યારે જોવા મળતો નથી. બીજી બાજુ બુધવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. જેમાં જે તે રાજ્યની કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા થવાની છે. આવનારા દિવસોમાં સરકારે કેવા નિયંત્રણ મૂકે છે એના પર પ્રજાની નજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.