આસામમાં મદરેસાને સરકારી સહાય નહીં મળે, આજે સરકાર રજૂ કરવાની છે ખરડો

– અગાઉ આ મુદ્દે એક પ્રધાને જાહેરાત કરી હતી

આસામમાં મદરેસાને હવે પછી સરકારી આર્થિક સહાય નહીં મળે. આ અંગેનો પ્રસ્તાવ આજે આસામ સરકાર રજૂ કરવાની હતી.

આસામમાં આજથી ત્રણ દિવસ માટે વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે. રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન હિમંત બિસ્વ સરમાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મદરેસાને અત્યાર સુધી મળતી આર્થિક સહાય હવે પછી નહીં મળે. એકવાર આ પ્રસ્તાવ પસાર થઇ જાય ત્યારબાદ આસામ સરકાર મદરેસા નહીં ચલાવે.

તેમણે કહ્યું કે આઝાદીની પહેલા મુસ્લિમ લીગની સરકાર હતી ત્યારે આ પ્રથા શરૂ કરાઇ હતી કે સરકારી પૈસે મદરેસા ચલાવવામાં આવે. આ એક કોમી નિર્ણય હતો. હવે આસામ સરકાર આ નિર્ણય રદ કરવાની છે. આસામ સરકારના આ નિર્ણઁયથી મદરેસા અને અરબી કૉલેજોને મળતી રાજ્ય સરકારની આર્થિક સહાય બંધ થઇ જશે. આગામી શૈક્ષણિક સત્રથી મદરેસાનું વિસર્જન કરીને એમને માધ્યમિક શિક્ષણ વિભાગને સોંપી દેવામાં આવશે. મદરેસામાં માત્ર ધાર્મિક શિક્ષણ આપતા શિક્ષકોને બધા વિષયો ભણાવતા અન્ય શિક્ષકોની જેમ તાલીમ અપા

સરમાએ વધુમાં કહ્યું કે આઝાદી પહેલાંના ભારતમાં ઇસ્લામી ધાર્મિક શિક્ષણ  માટે સરકારી નાણાં વપરાતા હતા. એ પરંપરાને બંધ કરીને અમે ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ બની રહ્યા છીએ. અત્યારે જે 189 સરકારી સ્કૂલોમાં મદરેસા ચાલે છે એ બંધ કરી દેવામાં આવશે અને મદરેસા શબ્દ પણ હટાવી દેવામાં આવશે. 2021ના એપ્રિલની પહેલીતી તમામ ધાર્મિક અભ્યાસક્રમો રદ કરી દેવામાં આવશે. સેકંડરી એજ્યુકેશન બોર્ડ 2021માં છેલ્લી મદરેસા પરીક્ષાનું આયોજન કરશે.

અત્યાર અગાઉ પણ સરમાએ જાહેરમાં કહ્યું હતું કે સરકારી નાણાંથી ચાલતા તમામ મદરેસા અને અરબી કૉલેજો બંધ કરી દેવામાં આવશે અને એમને સ્થાને સેકંડરી સ્કૂલ બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ આપવામાં આવશે. એ શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને અન્ય શિક્ષકોની જેમ તમામ વિષયો ભણાવવાની તાલીમ અપાશે. સેક્યુલર સ્ટેટનો સાચો અર્થ આ છે. કોઇ એક ચોક્કસ ધર્મના લોકોને ધાર્મિક શિક્ષણ માટે સરકારી આર્થિક સહાય આપી શકાય નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.