આસામમાં આઠ પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ 177 હથિયારો સાથે ગુરૂવારના રોજ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે, ઉલ્ફા, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, નેશનલ સંથાલ લિબરેશન આર્મી, કામતાપુર લિબરેશન ઓર્ગેનાઈઝેશન, ભાકપા, રાષ્ટ્રીય સેવા યોજના, એડીએફ અને એનએલએફબીના સભ્યોનો એક કાર્યક્રમ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આ ઉગ્રવાદીઓએ શરણાગતિ સ્વિકારી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારી જ્યોતિ મહંતાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય માટે અને આસામ પોલીસ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આઠ ઉગ્રવાદી સંગઠનોના કુલ 644 કાર્યકર્તાઓ અને નેતાઓએ આત્મસમર્પણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.