નેતાઓ સાથે સેલ્ફીબાજી, સોશિયલ મિડિયામાં તેમની પોસ્ટને ફોરવર્ડ અને લાઈકની વૃતિથી આગળ વધીને ભાજપના નેતા- કાર્યકરોમાં હવે વોટ્સએપ ગ્રુપમાં પોર્નોગ્રાફી અપલોડ- ફોરવર્ડની સ્પર્ધા જામી છે. અમદાવાદમાં બાપુનગર, મણીનગર, લાંભાના ભાજપ વોટ્સએપ ગ્રુપ્સ બાદ હવે ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો ધરાવતા અસારવા વિધાનસભા ગ્રુપમાં ભાજપના અશોક કનોજીયાએ ગુરૂવારની સવારે અશ્લીલ વીડિયો અને પોર્નોગ્રાફી તરફ લઈ જતી લિંક પોસ્ટ કરતા હોલ્લો મચ્યો હતો.
આ હરકતથી દિવસભર સોશ્યલ મીડિયામાં ભાજપની આબરૂ ધુણધાણી થતા ગ્રુપનું નામ બદલીને ત્રણ ડોક્સમાં રેખાકિંત કરી દેવાયુ હતું. જો કે, ગ્રુપના સ્ક્રિન શોર્ટ્ સોશિયલ મિડિયામાં વાઈરલ થતા છેવટે એડમિન દિનેશ સિસોદિયાએ આ ગ્રુપ જ વિખેરી કાઢયું. સિસોદિયા જાહેરમાં મહિલાને ગદડાપાટુનો માર મારનાર નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો પર્સનલ સેક્રેટરી છે. અગાઉ અસારવાના પૂર્વ ધારાસભ્ય આર.એમ.પટેલનો સેક્રેટરી રહી ચૂક્યો છે. આ બંને ધારાસભ્યો સહિત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ સહિત અનેક કોર્પોરેટર પણ આ ગ્રુપમાં સામેલ હતા. જો કે, હરહંમેશ થાય છે તેમ ભાજપના એક પણ નેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ છે.
વીડિયો મુકનાર ઘોડા કેમ્પના અશોક કનોજીયાએ કોઈ સ્પષ્ટતા ન કરતા આ જ ગ્રુપમાં રહેલા શહેર ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલે પોસ્ટ મૂકીને ‘મે નહી બીજા અશોકે આ કર્યું છે’ ચોખવટ કરી હતી. આમ છતાંય કનોજીયાએ વીડિયો ડિલીટ ન કરતા છેવટે ગ્રુપ જ વિખેરી દેવાયુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.