રાજ્યમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ગુજરાતના અમદાવાદમાં તો કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. ત્યારે શહેરના અમુક વિસ્તારો રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ શહેરની રક્ષા કરવા માટે કોરોના વોરિયર્સ બનીને કામ કરતા પોલીસ માટે આજે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનામાં ખડેપગે રહેનાર પોલીસ જવાનો માટે રાહતના સમાચાર છે. હવેથી પોલીસ જવાનો ત્રણ શિફ્ટમાં કામ કરશે. જેમાં બે શિફ્ટની નોકરી બાદ 24 કલાકનો આરામ રહેશે. અગાઉ 12-12 કલાકની શિફ્ટમાં પોલીસકર્મી ફરજ બજાવતા હતા. તેથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાનો નિર્ણય લીધો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં લોકડાઉન કડક બનાવવા માટે રેડ ઝોનમાં સૌથી મોટો પોલીસનો ખડકલો કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં પોલીસ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળ્યા છે. આખરે પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓની વેદના સાંભળી હોય તેમ એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યં હતું કે, પોલીસ જવાનો હવે ત્રણ શિફ્ટમાં કામ કરશે.
અત્યાર સુધી પોલીસના અઘિકારીઓ બાર-બાર ક્લાકની બે શીફ્ટમાં પોતાની ફરજ બજાવતા હતા. પરંતુ નવા નિર્ણય પછી બે શિફ્ટની નોકરી બાદ પોલીસકર્મીઓને 24 કલાકનો આરામ મળશે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પોલીસના અધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. કમિશનરના નિર્ણયથી પોલીસ બેડામાં આનંદનો માહોલ છવાયો છે અને તેમના નિર્ણયને વધાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.