હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં અશોક જૈને કરી અરજી. લગાવ્યો મોટો આરોપ..

વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ બળાત્કારના કેસ બાબતે મોટા સમાચાર આવી રહ્યાં છે. બળાત્કાર કેસના આરોપી અશોક જૈને અને ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર ને અરજી કરી અરજીમાં આરોપીએ બદનામ કરી પૈસા પડાવવા બુટલેગર અલ્પુ સિંધીનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે.

અલ્પુ સિંધી યુવતીને ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે જ્યોતિ ના ખાતામાં ૪૧ લાખની શંકાસ્પદ એન્ટ્રી પણ આવી છે. વડોદરાના સીએ ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સીએ અને તેના કલાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બીજા દિવસે સીએ તેના ક્લાઈન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેને સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા.

પીડિતાએ રાજુ ભટ્ટ નામના સામે પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેની પણ કેફિયત વર્ણવી છે.બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી.

તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત. તે વખતે મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.