અશોક ગેહલોત ગુજરાતી નથી જાણતા નહીં તો આશા બેન પટેલના નિવેદન પર ફરી ભાજપ પર પ્રહાર કરી નાખેત

ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે…. ગુજરાતમાં તો દારૂબંધી છે… આમ છતા મહેસાણા જિલ્લામાં ધો.12ના વિદ્યાર્થીઓને એવો નિબંધ પૂછાયો કે દારૂ અને બુટલેગરનો ત્રાસ હોવાથી પોલીસ વડાને પત્ર કેવી રીતે લખશો ? વિદ્યાર્થીઓએ તો આ નિબંધ લખી નાખ્યો. પરંતુ આ નિબંધ અંગેનો પ્રશ્ન જ્યારે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને પૂછવામા આવ્યો ત્યારે આશાબેન પટેલ દારૂબંધીના પ્રશ્નનો જવાબ આપવામાં અટવાય ગયા હતા.

તેઓએ એવું બોલી નાખ્યુ કે ગુજરાતમાં દારૂબંધીના કેસ હવે પહેલા જેવા થતા નથી. હકિકતમાં તો દારૂના કેસ ન થતા હોયને, દારૂબંધીના કેસ જો ન થતા હોય એનો મતલબ શું થયો ? બોલવામાં અટવાયેલા આશાબેને બાદમાં કહ્યું કે સરકારનું વલણ હંમેશા દારૂબંધી તરફનું રહ્યું છે. ત્યારે ફરી સવાલ તો એ જ થાય કે આખરે શા માટે દારૂબંધીનું વલણ રાખવું પડે છે. દારૂ મળે છે એટલા માટે જ ને.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.